ખેરગામ: પ્રધાનમંત્રી તરીકે શપથ લેતા ખેરગામના કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો.

ખેરગામ: પ્રધાનમંત્રી તરીકે શપથ લેતા ખેરગામના કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો.

લોકસભાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તેવો માહોલ જોવા મળ્યો હતો. સાથી પક્ષો સાથે એનડીએ ગઠબંધનની સરકાર બનતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.ખેરગામના ગાંધી સર્કલ પાસે ભાજપના મહામંત્રી શૈલેષભાઈ ટેલર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ઉપપ્રમુખ લીનાબેન મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન,ભાજપ અગ્રણી પ્રશાંતભાઈ, ડેપ્યુટી સરપંચ જિજ્ઞેશભાઈ, યુવા મોરચા પ્રમુખ ચેતનભાઈ, દિનેશભાઈ, શરદભાઈ, સંજયભાઈ સહિતના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હી ખાતે એક તરફ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા અને બીજી તરફ ખેરગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડીને પોતાની આનંદની લાગણી વ્યક્ત કરી હતી.





Comments

Popular posts from this blog

Navsari news : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.

Navsari news : નવસારી રેલ્વે સ્ટેશન અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.